<Via : readgujarati.com>
અમે નાના હતા ત્યારે અકબર બાદશાહ અને બીરબલની વાર્તાઓ બહુ જ રસપૂર્વક વાંચતા, સાંભળતા ને કોઈ હૈયાફૂટો અડફેટે ચડી જાય તો તેને સંભળાવતા પણ ખરા. અમારે મન બીરબલ હાસ્યસમ્રાટ હતો. સાચો રાજા અમને બીરબલ લાગતો; અકબર નહિ. બીરબલે અમારા પર જબરી ભૂરકી નાખેલી. આ બીરબલ રસ્તામાં મળ્યો હોય તો કેવો લાગે એવું હું મારા નાનકડા મનને પૂછયા કરતો.
- ને કો એક સભામાં શ્રોતાઓના સવાલોના તત્ક્ષણ જવાબ આપી તેમને ખડખડાટ હસાવતા જ્યોતિન્દ્રભાઈને સાંભળ્યા એ જ ક્ષણે કલ્પનાનો પેલો બીરબલ જ્યોતિન્દ્રનો દેહ ધરવા માંડ્યો !
જ્યોતીન્દ્રને હું હાસ્યનો અવતાર જ ગણું છું. જ્યોતીન્દ્રનો પરિચય આપતાં એક સભામાં ઉમાશંકરે કહેલું : ‘જ્યોતીન્દ્રભાઈ હવે તો હાસ્યના પર્યાય તરીકે ઓળખાય છે. મને હસવું આવે છે એમ કહેવાને બદલે મને જ્યોતીન્દ્ર આવે છે એમ કહેવું જોઈએ….’
વધુ આગળ વાંચો….