ચીતરું છું એનું નામ હથેળી ઉપર ‘મરીઝ’, વિશ્વાસ મુજને મારા મુકદ્દર ઉપર નથી.
મરીઝ
જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે, જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે !
બેફામ
ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં, મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.
વૃક્ષ તો અફળાય સ્વાભાવિક રીતે, આગ પેલા વાયરા પેટાવતા.
ચીનુ મોદી ‘ઈર્ષાદ’
ઊભરો રહે ન દિલમાં ન બદનામીઓનો ડર, શોધું છું ભેદ કહેવાને નબળાં સ્મરણના દોસ્ત.
Get every new post delivered to your Inbox.