સમજાવી નથી શકતો – ‘મરીઝ’

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.

ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને,
કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો.

ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,
કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.

તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,
તમે મારું જીવન છો તમને થોભાવી નથી શકતો.

તમે કાલે હતાં કેવાં અને આજે થયાં કેવાં,
તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો.

બહાનું કેમ શોધું હું ‘મરીઝ’ એના મિલન કાજે,
નિખાલસ છું હું તેથી વાત ઊપજાવી નથી શકતો.

 સૌજન્ય:  readgujarati.com

Published in: on March 8, 2007 at 4:51 am  Leave a Comment  

શરુઆત

Hi,

આમ તો ગાંધીનગર નો રહેવાસી છું પણ હાલ માં મુંબઈ મા છું. બીજા ગુજરતી બ્લોગ વિશે search કરતા જાણવા મળ્યુ કે આ પ્રકાર નો બ્લોગ બનવવો wordpress.com ના લીધે ખૂબ સરળ છે. એટલે આ પ્રયત્ન કરેલ છે.આપની પાસે ગુજરાતી મા કાવ્ય,ગઝલ,નવલિકા કે અન્ય સહિત્યિક લેખ હોય તો જરુર થી dnthkkr@yahoo.com પર  e-mail કરશો.

આભાર

Darshit

Published in: on March 8, 2007 at 4:45 am  Leave a Comment  

Hello world!

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!

Published in: on March 7, 2007 at 1:18 pm  Leave a Comment  
Follow

Get every new post delivered to your Inbox.